શિક્ષક દિવસ પર ભાષણ (Teachers Day Speech in Gujarati pdf): સર્વપલ્લી રાધાકૃષ્ણન, સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ, 5 સપ્ટેમ્બર 1888 ના રોજ તમિલનાડુના તિરુતાનીમાં જન્મ્યા હતા, તેમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે સર્વપલ્લી રાધાકૃષ્ણન પોતે શિક્ષક હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીએ કહ્યું કે ભવિષ્ય તેમના બાળકો અને શિક્ષકોના હાથમાં છે અને જો ભારતને સફળ બનાવવું હોય તો તે ફક્ત શિક્ષણ દ્વારા જ બની શકે છે, તેથી શિક્ષકોના મહત્વને ઉજાગર કરવા માટે, દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.
શિક્ષક દિવસ પર ભાષણ (Teachers Day Speech in Gujarati)
માનનીય અતિથિ સાહેબ, આદરણીય આચાર્ય, તમામ શિક્ષકો અને મારા પ્રિય મિત્રો તમને બધાને મારા પ્રણામ. હું તમને બધાને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે મને શિક્ષક દિવસ પર ,, બોલવાનો મોકો મળ્યો છે, આ માટે હું આપ સૌનો આભાર માનું છું
તમે બધા જાણો છો કે આપણે અહીં શિક્ષક દિવસના શુભ પ્રસંગની ઉજવણી કરવા આવ્યા છીએ. ભારતમાં દર વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વના વિવિધ દેશોમાં અલગ અલગ દિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે
બધા શિક્ષકોના મૂલ્યવાન કાર્યોને સન્માનિત કરવા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા
તેઓ એક મહાન વિદ્વાન, લેખક અને આદર્શ શિક્ષક હતા. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ તમિલનાડુમાં હતો. તેમનો જન્મદિવસ દર વર્ષે સમગ્ર ભારતમાં “શિક્ષક દિવસ” તરીકે ઉજવવામાં આવે છે
શિક્ષક આપણા જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. શિક્ષકોનો આપણા જીવનમાં મોટો ફાળો છે. શિક્ષકો આપણને અજ્ઞાનતાના અંધકારમાંથી જ્ઞાનના પ્ર પ્રકાશ તરફ દોરી જાય છે. શિક્ષક આપણને યોગ્ય માર્ગદર્શન આપે છે. શિક્ષકો આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે
શિક્ષકોના અમૂલ્ય વિચારો આપણને આગળ વધવાની પ્રેરણા આપે છે. શિક્ષકો બાળકોનું શૂન્યથી સર્જન કરે છે. આપણા જીવનમાં આગળ વધવા માટે શિક્ષણ ખૂબ મહત્વનું છે. આ દિવસે સરકાર દ્વારા મહાન શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. આ દિવસે બધા તેમના પ્રિય શિક્ષકને મળવા જાય છે અને તેમને સુંદર ભેટ આપે છે
ભારતના વિકાસમાં પણ શિક્ષકોની મહત્વની ભૂમિકા છે. આપણા દેશના રાષ્ટ્રનિર્માણમાં પણ શિક્ષકોનું મહત્વનું યોગદાન છે. આપણે હંમેશા આપણા શિક્ષકોનું આદર અને સમ્માન કરવું જોઈએ. આજે આ શિક્ષક દિવસ પર હું તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કરું છું
શિક્ષક દિવસ આપણા માટે ખુબ જ મહત્વનો દિવસ છે કારણકે આ દિવસે આપને આપણા શિક્ષકનું સમ્માન કરવાની તક મળે છે. આમ, શિક્ષક દિવસ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. મને મારા વિચારો વ્યક્ત કરવાની તેની પાસે છે ચા અને તક આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર